गुजरातराष्ट्रीय

ક્રાઇમઃ બુટલેગરે પોલીસ વાનને મારી ટક્કર, ASIનું મોત અન્ય એક પોલીસકર્મી ઘાયલ….

ક્રાઇમઃ બુટલેગરે પોલીસ વાનને મારી ટક્કર, ASIનું મોત અન્ય એક પોલીસકર્મી ઘાયલ....

અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે તેમને કાયદાનો ડર લાગે છે કે કેમ? તે વિચારવા જેવી બાબત છે, તેનું કારણ એ છે કે રોજ શહેરમાં અનેક ઘટનાઓ બને છે.  તેમાંય હવે બુટલેગરો બેફામ બન્યા છે.

એવામાં આજે બુટલેગરોથી પોલીસ પણ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે અમદાવાદના કણભામાં બુટેલગરે દારૂ ભરેલી કારથી પોલીસની કારને ટક્કર મારી હતી. અને આ ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એક ASIનું મોત નિપજ્યું છે અને અન્ય એક પોલીસ કર્મી ઘાયલ થયો છે. જો કે પોલીસની ગાડીને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે.

આ ઘટનામાં કણભા પોલીસમાં ફરજ બજાવતા ASI બળદેવજી ઠાકોરનું મોત નિપજ્યું છે.આ ઘટના બાદ પોલીસ તંત્ર એકદમથી એકશન મોડમાં આવી ગયું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બુટલેગર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અને આરોપીને પકડવા માટે વિવિધ ટૂકડીઓ બનાવી તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button