શ્રીરામે રાવણને હરાવવા માટે શપથ લીધા ત્યાં મોદીજી પહોંચ્યા, વિચારો મોદીજીએ શું શપથ લીધા હશે..?!
શ્રીરામે રાવણને હરાવવા માટે શપથ લીધા ત્યાં મોદીજી પહોંચ્યા, વિચારો મોદીજીએ શું શપથ લીધા હશે..?!
આખો દેશ આ દિવસોમાં રામમય છે. ચારે બાજુ ભક્તિનો માહોલ છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામની ભક્તિમાં તલ્લીન છે. પીએમ મોદી તામિલનાડુના બે દિવસીય પ્રવાસે છે. રવિવાર તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી ધનુષકોડી પાસે અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા હતા. PMએ આ સ્થળની મુલાકાત લીધી હતી. અરિચલ મુનાઈ પોઈન્ટ એ સ્થળ છે જ્યાંથી રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીની અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. તસવીરોમાં વડાપ્રધાન સમુદ્ર કિનારે કસરત કરતા જોવા મળે છે, આ સાથે તેમણે સ્થળ પર સલામી પણ આપી હતી. પીએમએ સમુદ્ર કિનારે જળ ચઢાવ્યું અને પૂજા પણ કરી હતી. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન રામે રાવણને હરાવવા માટે શપથ લીધા હતા.
ધનુષકોડીની પવિત્ર ધરતીમાંથી જ ભગવાન રામ લંકા ગયા હતા. આ સ્થાન ભારતની કોઈપણ પડકારને પહોંચી વળવાની ક્ષમતાનું પ્રતિક છે. ધનુષકોડી વિશે એવું કહેવાય છે કે આ સ્થાન પર જ વિભીષણ સૌપ્રથમ ભગવાન રામને મળ્યા હતા અને તેમની પાસે શરણ માંગ્યું હતું.




