sabarkathaराष्ट्रीय

ઈડરઃ ચિત્રોડી ગામે મહિલાઓ દારૂના અડ્ડા બંધ કરાવવા મેદાને..પોલીસમાં દોડાદોડી..

ઈડરઃ ચિત્રોડી ગામે મહિલાઓ દારૂના અડ્ડા બંધ કરાવવા મેદાને..પોલીસમાં દોડાદોડી..

કહેવત છે કે નશો નાશનું મૂળ છે અને સાબરકાંઠાની મહિલાઓ એ સારી રીતે સમજી ગઇ હોય તેમ છેલ્લાં કેટલાક સમયથી બેફામ ચાલતી ગેરકાયદે દારૂની બદી બંધ કરાવવા પોલીસ પર વિશ્વાસ રાખવાને બદલે પોતે જ રણચંડી બનીને ઘરની બહાર નિકળી છે અને તેનાથી પોલીસ પણ ચોંકી ગઇ હશે કે હવે તો દારૂની બદી સામે પગલા ભરવા જ પડશે…

વિગતે જોઇએ તો સાબરકાંઠામાં દારૂનો વ્યાપ વધતા મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જેમાં ઈડરના ચિત્રોડી ગામે મહિલાઓ  દારૂના બે અડ્ડા પર બંધ કરાવવા જાતે પહોંચી હતી અને તેના પગલે દોડાદોડી મચી ગઇ હતી….

સ્થાનિકોનો આરોપ છે કે, રોજનો દેશી દારૂ હજારો લીટર જથ્થો વેચાય છે. એક તબક્કે પોલીસ વિભાગ સામે પણ હાય હાય,,…ના સુત્રોચ્ચાર. પોકારતા પોકારતા દારૂ બંધ કરાવવા મહિલાઓ ઉગ્ર બનીને ચીમકી આપી હતી કે, જો આગામી સમયમાં દારૂ બંધ ન થાય તો હજુ પણ ઉગ્ર આંદોલન શરૂ કરાશે.

એક રીતે જોઇએ તો સ્થાનિક મહિલાઓ દ્વારા પોલીસ સામે ભારે રોષ છે અને બીજી તરફ હિંમતબાજ જાગરૂક મહિલાઓની જનતા રેડથી બુટલેગરોમાંફફડાટ વ્યાપી ગયો છે,

Related Articles

Back to top button