sabarkathaराष्ट्रीय

ગાંભોઇના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હિંમતનગર “એ” ડીવીઝન પોલીસ

ગાંભોઇના અનડીટેક્ટ મોબાઇલ ફોન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હિંમતનગર “એ” ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજ્ય પટેલ  સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મીલ્કત સબંધી ચોરીઓના બનાવ સબંધે આવી ચોરીઓ કરતા ઇસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલ હોય જે સંદર્ભે  એ.કે.પટેલ  નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ  જે.કે.રાઠોડ ઇન્ચાર્જ પો.ઇન્સ એ ડીવી.પો.સ્ટે.હિંમતનગર નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો આપેલી છે.

જે આધારે સર્વેલન્સ સ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના અ.પો.કો જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા અ.પો.કો મિતરાજસિંહ રણજીતસિંહ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે સાબરડેરી થી ગઢોડા રસ્તા ઉપર એક ઇસમ મોઘો મોબાઇલ ફોન બીલ વગરનો સસ્તા ભાવમાં વેચવા ફરે છે.

જે બાતમી હકીકત આધારે સર્વેલન્સના માણસો સાથે સાબરડેરી ચાર રસ્તા નજીક જઇ સદરી ઇસમને પકડી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાહુલસિંહ દીલીપસિંહ સોલંકી રહે.દોલતાબાદ વચલોવાસ તા.તલોદ જી.સાબરકાંઠાનાઓ ઝડતી કરતા એક સેમસંગ કંપનીનો ગેલેકસી ૨૧ કાળા કલરનો મોબાઇલ ફોન જે મોબાઇલ ફોન વિશે આધાર પુરાવા માગતા સદરીએ કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહીં જેથી યુકિતિ-પ્રયુકિતિ થી પુછતા પોતે આ મોબાઇલ આજથી છ મહીના પહેલા ડુમરા ગામથી એક મકાનમાંથી ચોરી કરી હોવાનુ કબુલ કર્યું હતું.

 જેથી સેમસંગ કંપનીનો ગેલેકસી ૨૧ મોડલનો મોબાઇલ કિમત- કિ.રૂ.૩૫,૯૯૯/-નો ગાંભોઇ પોસ્ટે એ.પાર્ટ.ગુ.ર.નં ૧૧૨૦૯૦૧૪૨૩૦૬૯૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ હોય જે મોબાઇલ ફોન સદરી ઇસમ પાસેથી મળેલ હોય જે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ આમ સદર ગુન્હાનો મુદ્રામાલ રીકવર કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી મિલ્કતસંબંધી ગુન્હાનો ભેદ ઉકેલી સફળતા મેળવેલ છે.

રીકવર કરેલ મુદ્દામાલઃ-(૧) સેમસંગ કંપની ગેલેકસી ૨૧ મોબાઇલ ફોન કિંમત-૩૫,૯૯૯/-

કામગીરી કરનાર ટીમમાં (૧) જે.કે. રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર (૨) પી.પી જાની પો.સબ.ઇન્સ (૩) અ.પો.કો.જ્ઞાનદિપસિંહ વિજયસિંહ (૪) અ.પો.કો.મિતરાજસિંહ રણજીતસિંહ (૫) અ.પો.કો.મહાવીરસિંહ પ્રભાતસિંહ (૬) અ.પો.કો કલ્પેશકુમાર કેશવલાલ અને (૭) અ.પો.કો કપીલભાઇ કલ્યાણસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button