અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો.
જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. શ્રી નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે.
સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે શ્રી નરેન્દ્ર ભાઈના સતત પ્રયાસો રહ્યા છે ત્યારે વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે મેઘરજ જૈન સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં જૈન સમાજ સહીત અન્ય સમાજના લોકો અને યુવાનો સહિતના લોકોએ રક્તદાન કરી દેશના વડાપ્રધાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.




