હિંમતનગર પાલિકામાં ચોક્કસ જ્ઞાતિના આધારે ચેરમેન નિમાયા હોવાનો ગંભીર આરોપ…
હિંમતનગર પાલિકામાં ચોક્કસ જ્ઞાતિના આધારે ચેરમેન નિમાયા હોવાનો ગંભીર આરોપ...
સાબરકાંઠામાં જિલ્લા મથક હિંમતનગરમાં નગરપાલિકામાં ગંભીર મામલો જોવા મળ્યો છે. કોઇ વિપક્ષ કોંગ્રેસ કે આપ પાર્ટીએ નહીં પણ ખુદ સત્તાધારી પાર્ટી ભાજપના કોર્પોરેટરે જ જાતિવાદનો ભેદભાવ રખાતો હોવવાનો આરોપ શાસકોની સામે ખુલ્લેઆમ કરતાં સોપો પડી ગયો હતો. કોઇની પાસે તેમનો જવાબ નહોતો.
વિગતે જોઇએ તો, નગર પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણીમાં જ્ઞાતિવાદનો આક્ષેપ થયો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે ભાજપની પોલ ખોલતા આરોપ લગાવ્યો હતો કે ચેરમેનની વરણીમાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડનો આક્ષેપ થતાં જ સભામાં સૌ કોઇ ચોંકી ગયા હતા.
નોંધનીય છે કે, સમાન્ય સભામાં નગર પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની આજે નિમણુંક થઇ હતી. જેમાં ચોક્કસ જ્ઞાતિના લોકોને જ ચેરમેનો બનાવાયાનો આક્ષેપ થયો છે. એટલુ જ નહીં ભાજપના કોર્પોરેટરે આ મામલે ફેરફાર નહીં થાય તો રાજીનામું આપવાની ચીમકી સાથે ભાજપના જ કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ આરોપો કર્યા હતા.




