સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં મુસાફરો ભરેલી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરના વણા ગામ પાસે ST બસનો અકસ્માત સર્જાયો હતો. બસચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઇ હતી. બસ પલટી જતા 40થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ટ્રેનિંગમાં જઈ રહેલા યુવાનોની બસ પલટી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે એસ.ટી.બસ પલટી મારી જતાં મોટી સંખ્યામાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલા યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં એસ. ટી. બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હોવાનું અનુમાન છે. અકસ્માત અંગેની જાણ થતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા..




