राष्ट्रीय

ગૌરવ-ગરિમાઃ અમેરિકાની ધરતી પર બાબાસાહેબની પ્રતિમા, નામ છે-સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી..જય ભીમ…

ગૌરવ-ગરિમાઃ અમેરિકાની ધરતી પર બાબાસાહેબની પ્રતિમા, નામ છે-સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી..જય ભીમ...

ભારત બાદ હવે દુનિયાના સૌથી વિકસિત દેશ અમેરિકામાં પણ જય ભીમના નારા ગુંજવા લાગ્યા છે. તેના કારણે ભારતની બહાર ભારતીય સંવિધાન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું ઔપચારિક રીતે અનાવરણ અમેરિકાના મેરીલેન્ડ શહેરમાં કર્યું છે. એક દિવસ પહેલા શનિવારે 19 ફુટ ઊંચી આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેનું નામ સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી (Statue of Equality) એટલે કે સમાનતાની પ્રતિમા આપવામાં આવ્યું છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ દરમ્યાન અમેરિકાના વિવિધ ભાગમાંથી 500થી વધારે ભારતીય- અમેરિકી નાગરિકો ઉપરાંત ભારતથી અને અન્ય દેશોમાંથી કેટલાય લોકો સામેલ થયા હતા. અનાવરણના સમયે હાજર લોકોએ જય ભીમના નારા પણ લગાવ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીના અનાવરણ સમારંભમાં સામેલ થવા માટે લોકો ભારે વરસાદ બાદ પણ અડગ રહ્યા હતા. કેટલાય લોકોએ તો આ ઐતિહાસિક કાર્યક્રમમાં સામેલ થવા માટે લગભગ 10 કલાક સુધી લાંબી યાત્રા પણ કરી હતી.

Related Articles

Back to top button