गुजरातराष्ट्रीय

નીચાકોટડાઃ આખરે સત્યનો વિજય થતાં ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત…

પ્રતિનિધિ:દેવેન્દ્ર ચૂડાસમા-નીચાકોટડા…..

તા.11 10 2023 ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા વિકાસ અધિકારી ઓફિસ સામે જે ઉપવાસ કરવાની ચીમકી આપી હતી. હાલમાં આ કાર્યક્ર્મ મોકૂફ  રાખવામાં આવ્યો છે. કારણ કે જે કારણોસર ઉપવાસ ઉપર બેઠવાનું હતું. એનું મુખ્ય કારણ હતું કે, મહુવા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગેર બંધારણીય રીતે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી.અને આ રચનામાં અન્ય સમાજના લોકો લીધા છે.

સામાજિક ન્યાય સમિતિની અંદર એસસી, એસટી સિવાય કોઈપણ સભ્ય ના લઈ શકાય. પણ 13 થી 14 ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના ગેર બંધારણીય રીતે કરવામાં આવી હતી. તેના માટે ઉપવાસ આંદોલનમાં બેસવાના હતા.અને નીચા કોટડા ગામે જે પ્રશ્ન હતો તેનું સોલ્યુશન પણ થઈ ગયું છે.

હાલમાં મહુવા તાલુકાના 14 ગામોની અંદર સામાજિક ન્યાય સમિતિની ફરીવાર રચના થાય એવી માંગ હતી.તે  ટીડીઓ દ્વારા સ્વીકારી લીધી છે. અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ કાયદાકિય પગલાં પણ લેશે તેવી પણ બાંહેધરી આપી છે. તેથી છેવટે કંચનબેન હિંમતભાઈ ચુડાસમા જેવો છેલ્લા બે વર્ષથી લડાઈ લડતા હતા. તેઓની સત્યની જેમ  જીત થાય છે. અને સામાજિક ન્યાય સમિતિની રચના ફરીવાર કરશે એવી મહુવાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા બાહેધરી પણ આપવામાં આવી છે.

તેથી  હાલમાં ઉપવાસ કાર્યક્ર્મ મોકૂફ રાખવામાં આવ્યું છે. અને મહુવા તાલુકાના સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અને સર્વ સમાજના લોકોનો સાથ અને સહકાર મળતા છેવટે સત્યની જીત થઈ છે. સમગ્ર અનુસુચિત જાતિના, મુસ્લિમ સમાજ, કોળી સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ગુજરાતથી પણ સપોર્ટ મળી રહ્યો હતો.

Related Articles

Back to top button