sabarkathaराष्ट्रीय

હિંમતનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 16006 પશુ-પક્ષીઓને બચાવાયા

હિંમતનગર શહેર માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.સેવાને છ વર્ષ પૂર્ણ થયા, પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 16006 પશુ-પક્ષીઓને બચાવાયા   છે. પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ. એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠાના  જિલ્લા ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ હિંમતનગર શહેરમાં કાર્યરત છે.

બિન વારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આં સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદ રૂપ  સાબિત થઈ છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં  શ્વાન – 5399, ગાય -2996, બિલાડી – 4883, કબૂતર – 2505, વાંદરા – 1, બકરી – 57, પોપટ-43, મરઘાં-૨૫૦ , કોયલ્-૨૮, ભેસ્-૨૭, ખિસકોલી-૪૭, મોર્-૭, સસલાં -37, ઉંટ -૧૬, ઘોડાં -૨૩,કાગળા – 105 અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૬૦૦૬  પશુ – પક્ષીઓની નિશુલ્ક સારવાર આપવામાં આવી છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ – ૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે . જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે . બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા  આં સેવાનો લાભ મેળવી શકાય છે . જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે .

Related Articles

Back to top button