રેલવે પોલીસનું માનવીય કાર્ય જોઇને કહેવુ પડે કે ઇન્ડિયન રેલ યાનિ બચ્ચા-માતા-પિતા કા મેલ…!
રેલવે પોલીસનું માનવીય કાર્ય જોઇને કહેવુ પડે કે ઇન્ડિયન રેલ યાનિ બચ્ચા-માતા-પિતા કા મેલ...!
દેશની કરોડરજ્જુ સમાન રેલવે માત્ર મુસાફરોની હેરફેર જ કરતી નથી કે પછી રેલવે પોલીસ માત્ર અપરાધોને જ રોકતી નથી પણ જરૂર પડે ત્યારે એવા માનવીય કાર્ય કરે છે કે તે જોઇને કહેવુ પડે કે ઇન્ડિયન રેલ એટલે બચ્ચા-માતા-પિતા કા મેલ…!
તો મામલા યે હૈ કી આજરોજ હિમતનગર રેલવે પોલીસ ચોકીના મહિલા લોકરક્ષકકર્મી રાધાબેન રામજીભાઈ તથા વુ.પો.કો જ્યોતિકાબેન જશુભાઈ હિમતનગર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ. નંબર ૧ પર હાજર હતા ત્યારે એક ૧૫ વર્ષના બાળકના હાથે હોસ્પિટલની સોય લગાવેલી જોઇને તે શંકાસ્પદ જણાતા તરત જ તેમનામાં માતૃત્વભાવ જાગી ગયો અને પોતાના વ્હાલસોયા પુત્રને પ્રેમથી પૂછે તેમ તેની તેને પૂછપરછ કરતા એ બાળક માનસિક રીતે વિકલાંગ જણાયો હતો.
જેથી તરત જ સમગ્ર રેલ પોલીસ સ્ટાફે હિમતનગર શહેરના અલગ અલગ હોસ્પિટલોમાં જઇને તપાસ કરતા ઉપકાર માનસિક આરોગ્યની હોસ્પિટલમાં આ બાળક તા ૨૬/૦૯/૨૦૨૩નાં રોજ દાખલ કરેલ જે બાળક આજે વહેલી સવારે માતા પિતા તથા હોસ્પિટલ સ્ટાફની નજર ચૂકવી સાતેક વાગ્યે નીકળી ગયેલો હતો.
આ અંગે તેના માતા પિતાનો સંપર્ક મેળવી તેઓને બોલાવી યોગ્ય ઓળખ થતા ગણતરીના કલાકોમાં માનસિક દિવ્યાંગ બાળકનું તેના માતા પિતા સાથે હિમતનગર રેલવે પોલીસે મિલન કરાવેલ છે.




