Blog
દિપડાથી બચવા ગામવાસીઓએ કરી વાડાબંધી…! વન વિભાગ જાગે.. તો દિપડોસન..સન…ભાગે..!
પ્રતિનિધિ:જયદીપ ભાટીયા...
અરવલ્લીમાં વન્ય પ્રાણી દિપડાનો આતંક વધી રહ્યો છે. દિપડાની દહેશત એવી અને ટલી બધી છે કે ગ્રામજનોને વાડાબંધી કરવાની ફરજ પડી છે.
જિલ્લાના મેઘરજના રમાળ ગામમા દીપડાની દહેશતથી ગ્રાજનો ભારે પરેશાન અને સાથે સાથે ભયના વાતાવરણની ઓથે જીવી રહ્યાં છે. દહેશતને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ એટલો બધો છે કે ગ્રામજનોએ પશુઓ અને પોતાનો જીવ બચાવા વાડાબંધી કરી છે. આસપાસ વાડ કરી છે જેતી દિપડો આવી ન જાય.
આ ઉપરાંત ગ્રામજનોને સૌથી વધુ બીક પોતાના સંતાનોની છે. દીપડો બાલકોને ઉઠાવી જાય તો…એવી દહેશતથી બાળકો પણ પરેશાન છે. કેમ કે હિંસ પ્રાણીએ અનેક વખત પશુઓ પર હુમલો કરીને મારણ કર્યું છે.
લોકોની માંગણી છે કે, વન વિભાગ પાજરૂ મુકી દીપડાને ઝડપવાની કામગીરી હાથ ધરે. જેથી ગામમાં શાંતિનું વાતાવરણ યથાવત રહી શકે.




