“જવાન”ના પોસ્ટરમાં શાહરૂખના સ્થાને કોંગ્રેસ નેતા કમલનાથ…! પંજાવાળાની ફિલ્મ ઉતરી ગઇ…!
“જવાન”ના પોસ્ટરમાં શાહરૂખના સ્થાને કોંગ્રેસ નેતા કમલનાથ...! પંજાવાળાની ફિલ્મ ઉતરી ગઇ...!
વિધાનસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની તર્જ પર કમલનાથનું ‘હૈવાન’ વાળું પોસ્ટર જારી કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં કમલનાથને ભ્રષ્ટાચારના ‘હેવાન’ ગણાવ્યા છે. આ સાથે જ પોસ્ટરમાં બાર કોડ પણ આપવામાં આવ્યો છે જેને ખોલવા પર ‘કરપ્શન નાથ’ વેબસાઈટ ખુલી રહી છે.
આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. તે પહેલા આ પોસ્ટર વોરને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. આ પોસ્ટરમાં કમલનાથને વચન તોડનારા ગણાવ્યા છે. આ ઉપરાંત આ પોસ્ટર દ્વારા કમલનાથ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
પોસ્ટરમાં દુશ્મન સાથે દોસ્તી અને દેશ સાથે ગદ્દારી કરવાની વાત કહેવામાં આવી હતી.કહેવામાં આવ્યું છે કે, કમલનાથ દુશ્મનની ભાષા બોલે છે. ભારતની છબી ખરાબ કરવા માટે તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, આપણું ભારત મહાન નથી બદનામ છે. તેમણે કોરોના મહામારી દરમિયાન ખોટી માહિતી ફેલાવી હતી.
પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુઓનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ છે. કમલનાથને તુષ્ટિકરણનો ગેમ પ્લાનર કહેવામાં આવ્યા છે. તેમને ભ્રષ્ટાચારના ગાઢ મિત્ર કહેવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 1993 થી 2003 સુધી કોંગ્રેસે મધ્યપ્રદેશને બરબાદ કરી નાખ્યું છે. પોસ્ટરમાં કમલનાથ તો લાચાર દર્શાવવામાં આવ્યા છે.
આ ઉપરાં પોસ્ટરમાં બીજી પણ ઘણી વાતો કહેવામાં આવી છે. કોંગ્રેસના 15 મહિનાના કાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં પછાત વર્ગોની હાલત બગડી છે. એવું કહેવામાં આવ્યુ છે કે, કોંગ્રેસ 41 વર્ષ સુધી સત્તામાં રહી પરંતુ ક્યારેય કોઈ પછાત આદિવાસી વ્યક્તિને મુખ્યમંત્રી ન બનાવ્યો. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ મહિલાઓ માટે ‘કાળ’ છે.




