Blog

ભારત જોડો પદયાત્રાને એક વર્ષ પુર્ણ થતાં હિંમતનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની અધ્યક્ષતામાં જન અધિકાર પદયાત્રા યોજાઇ

ભારત જોડો પદયાત્રાને એક વર્ષ પુર્ણ થતાં હિંમતનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની અધ્યક્ષતામાં જન અધિકાર પદયાત્રા યોજાઇ

ભારત જોડો પદયાત્રાને એક વર્ષ પુર્ણ થતાં હિંમતનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની અધ્યક્ષતામાં જન અધિકાર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ગયા વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો પદયાત્રાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે હિંમતનગર ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જન અધિકાર પદયાત્રા અને સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું.

ખેડા જામનગર અને બાદમાં આજે હિંમતનગર ખાતે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના મોતીપુરા વિસ્તાર ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને શક્તિસિંહ ગોહિલ અને હાજર કોંગ્રેસે કાર્યકર્તાઓએ પ્રતિમાને હારતોરા કર્યા હતા.

ત્યારબાદ શહેરના ટાઉનહોલ ખાતે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને આગામી સમયમાં કોંગ્રેસને મજબૂત બનવા માટેની હાકલ કરી હતી..આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી અહંકારી ભાષા બોલતી હોવાનું આક્ષેપ કર્યો હતો..અને દેશની જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. કોંગ્રેસ એવો દાવો કરે છે કે ભારત જોડો યાત્રાથી રાહુલને  સારો આવકાર મળ્યો છે અને  પાર્ટીમાં ઉર્જાનો સંચાર થયો છે.જણાવ્યુ હતુ…

Related Articles

Back to top button