sabarkathaराष्ट्रीय

દુનિયા મેં ઠગો કી કમી નહીં ગાલિબ…એક ઢુંઢો કઇ મિલેંગે….

દુનિયા મેં ઠગો કી કમી નહીં ગાલિબ...એક ઢુંઢો કઇ મિલેંગે....

સાબરકાંઠામાં એક નવો “કિરણ પટેલ” જેવો ઠગ ઝડપાયો છે જે પોતાને ક્રાઇમ બ્રાન્ચનો અન્ડર કવર અધિકારી બતાવીને  5 લાખ ચ્યાંઉનેો મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠામાં ક્રાઇમ બ્રાન્ચના અંડર કવર તરીકેનો કર્મચારી બનીને ગંભીર  ગુનો આચર્યો હોવાની સમગ્ર બનાવની ફરિયાદ ઇડર પોલીસ ચોપડે નોંધાઈ. છે. જેમાં જણાવાયું છે કે,ખોડાભાઈ ઉર્ફે કિશોરભાઈ રણછોડભાઈ ભરવાડ દ્વારા ક્રાઇમ વિભાગીય ઓળખાણ તેમજ પ્રેસ મીડિયાનું કાર્ડ બતાવી સંબંધો કેળવ્યા હતા…

આરોપી ખોડાભાઈ ઉર્ફે કિશોરભાઈ રણછોડભાઈ ભરવાડ સામે સામે આરોપો એ  છે કે તેમણે પોતે ગુજરાત RTI એકટીવીસ્ટ કમિટીનીા હોદ્દેદાર હોવાનું જણાવ્યું હતું. અને અવારનવાર ફરિયાદી જોડે મુલાકાતો કરીને વિશ્વાસમાં લઈને પૈસા લેતી દેતીનો મામલો પણ  બહાર આવ્યો હતો….

ફરિયાદી દ્વારા તપાસ કરતા ખોડાભાઇની ક્રાઇમ વિભાગ, પ્રેસ મીડિયાની ઓળખ ખોટી હોવાનું બહાર આવ્યુ. હતું. આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 5 લાખ ઉછીના લીધેલ પરત ન આપ્યા હતા.. ક્રાઇમ વિભાગનો કર્મચારી હોવાનું કહી ઉછીના 5 લાખ વિશ્વાસ માં લઈ પરત ન આપતા મામલો બહાર આવ્યો હતો.

આરોપી સામે કપટી ઇરાદાથી એક રાજ્ય સેવક તરીકે ઓળખ ઊભી કરી છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાઇ છે.…

Related Articles

Back to top button