sabarkathaराष्ट्रीय

ખાખીની પાછળ એક માનવીય સંવેદનશીલ ચહેરો પણ છે.., જાણો કેવુ સદકાર્ય કર્યું પોલીસે..

ખાખીની પાછળ એક માનવીય સંવેદનશીલ ચહેરો પણ છે.., જાણો કેવુ સદકાર્ય કર્યું પોલીસે..

સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગર શહેરમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીમાં કેટલાક વિસ્તારોમાં નિઃસહાય લોકો રસ્તાની એક બાજુ ઉપર કે પછી ઓટલા પર સુતેલા લોકોને શહેર ટ્રાફિક પોલીસે ધાબળા ઓઢાડતા દેખાયા હતા. અને તે જોઇને  માનવતા મહેકી ઉઠી હતી.

સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રિ અને ખૂબ વહેલી સવારે ઠંડીની અસર જોવા મળી રહે છે ત્યારે હિંમતનગર શહેરમાં સીટી ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગર શહેરના મહાવીર નગર ટાવર ચોક મોતીપુરા બસ સ્ટેન્ડ ઉમાશંકર ઓવર બ્રિજ નીચે સહિતના વિસ્તારોમાં દિવસે ટ્રાફિકનો સંચાલન કરતી ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને જવાનો છેલ્લા બે દિવસ દરમિયાન રાત્રી સમયે ફૂટપાથ અને બ્રિજ નીચેના ભાગમાં સુઈ રહેલાની સહાય કરતા  અને  ગરીબોને ધાબળા ઓઢાડતા જોવા મળ્યા  હતા.

આમ પોલીસની ફરજ સાથે તેઓ માનવતા પણ નિભાવતા હોય તે દ્રશ્ય જોવા મળી આવ્યું હતું આ અંગે સીટી ટ્રાફિકના પીએસઆઇ એ જે શાહે જણાવ્યું કે છેલ્લા બે દિવસથી અતિ તીવ્ર ઠંડી હોવાને કારણે સોમવાર અને મંગળવારની રાત્રિના સમયે ઠંડીમાં ફૂટપાથ પર અલગ અલગ વિસ્તારોમાં બહાર ફૂટપાથ પર સૂઇ રહેતાં લોકોની સહાય કરીને ટ્રાફિક પોલીસ દ્વારા ઠંડીમાં ગરીબોને ધાબળો ઓઢાડીને આપી હતી

શહેર ટ્રાફિક પોલીસની આ ઉમદા અને માનવીય કામગીરીને શહેરી જનતાએ ખૂબ વખાણી છે આપણે પણ તેમાંથી  માનવતાના ધોરણે આવું જ કંઈક કરવું જોઈએ અને એજ સાતી સમાજ સેવા છે ત્યારે,  ટ્રાફિક પોલીસ દ્વારા આ કામ આવકાર્ય અને સરાહનીય છે.

Related Articles

Back to top button