गुजरातराष्ट्रीय

સાવધાનઃ આગામી પાંચ દિવસ ગુજરાતમાં આકાશ વરસાવશે અગ્નવર્ષા….બી કેરફૂલ…

સાવધાનઃ આગામી પાંચ દિવસ ગુજરાતમાં આકાશ વરસાવશે અગ્નવર્ષા....બી કેરફૂલ...

હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવવની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામવગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.

ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગળની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સૌથી વધારે ગરમી 45 ડિગ્રી નોંધાઈ હતી. રાજ્યનું પાટનગર ગાંધીનગર 45 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત 44.5 મહત્તમ તાપમાન સાથે અમદાવાદ બીજા નંબર રહ્યું હતું. રાજ્યમાં સોમવારે મોટાભાગના શહેરોમાં 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું.

Related Articles

Back to top button