sabarkathaराष्ट्रीय
મેરી મિટ્ટી મેરા દેશઃ ભાજપ દ્વારા અમૃતકાલમાં અમૃત કળશ યાત્રા….જય હો…
મેરી મિટ્ટી મેરા દેશઃ ભાજપ દ્વારા અમૃતકાલમાં અમૃત કળશ યાત્રા....જય હો...

ઈડર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અમૃત કળશ યાત્રા અંતર્ગત મેરી મીટ્ટી મેરા દેશ કાયઁક્રમ ગંભીરપુરા વસાહત, માથાસુર, કડિયાદરા અને ચોરીવાડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા અ. જા. મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, તાલુકા અ.જા.મોરચા પ્રમુખ મોતીભાઈ વણકર, મહામંત્રી ખેમાભાઈ પરમાર, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવરામભાઈ વણકર , ઉપેન્દ્રસિંહ પરમાર, મહિલા મોરચા જિલ્લા મંત્રી કૈલાશબેન ચાવડા, ઉપપ્રમુખ શંકરભાઇ વણકર, ઉપપ્રમુખ બહેંચરભાઈ ચેનવા, સોશિયલ મીડિયા સહ કન્વીનર રમેશભાઈ ચેનવા, જિલ્લા મંત્રી રણછોડભાઈ વણકર, પ્રબુદ્ધ કાયઁકર મુળજીભાઈ વણકર વગેરે હાજર રહ્યા હતા.




