અમદાવાદ : રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે પણ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવના જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સરકાર આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે.
ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે પણ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારમ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવના જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સરકાર આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે તેવો આદેશ કર્યો છે.




