દહેગામ તાલુકાના દોડ ગ્રામ પંચાયતના પેટા પરા એવા બાવરાની મુવાડી ગામે પીવાના પાણીનો બોર તેમજ પાઇપલાઈન અને હવાડાનું ખાત મહુર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને દહેગામના ધારાસભ્ય જનતાની સેવા કરવામાં ક્યાંય પાછી પાની કરી નથી અને તાલુકાના સેવાડા ગામોમાં પણ સરકારમાંથી ગ્રાન્ટ લાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે.
દહેગામ તાલુકાના દોડ ગ્રામ પંચાયતના પેટાપરા બાવળાની મુવાડી ગામે આજે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના હસ્તે ગ્રામજનોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ ગામમાં પીવાના પાણીનો નવીન બોર તેમજ પીવાના પાણીની પાઇપલાઇન અને પશુઓની પીવાના પાણીના હવાડા નું ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગામે ગ્રામજનોની સમસ્યાનું સમાધાન થતાં ભારે ખુશીનું માહોલ છવાયો હતો અને ધારાસભ્યની કામગીરીને પણ બિરદાવી હતી.




