राष्ट्रीय

એક્ઝીટ પોલઃગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત…

એક્ઝીટ પોલઃગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત...

કેરળમાં લોકસભાની કુલ 20 બેઠકો છે. TV9 નેટવર્ક, POLSTRAT અને પીપલ્સ ઈનસાઈટના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની આગેવાની હેઠળનું UDF ગઠબંધન ફરી એકવાર અહીં જીતતું જોવા મળે છે. તેને 16 બેઠકો મળવાની ધારણા છે. આ વખતે એનડીએનું ખાતું એક સીટ સાથે ખુલતું જોવા મળી રહ્યું છે. જ્યારે ત્રીજા ગઠબંધન એલડીએફને 3 બેઠકો મળી શકે છે.

કેરળમાં કોંગ્રેસ હંમેશા મજબૂત રહી છે. 2019માં કોંગ્રેસે મોટાભાગની સીટો પર કબજો કર્યો હતો, જ્યારે ભાજપ એક પણ સીટ જીતી શકી ન હતી. હવે જોવાનું એ રહેશે કે તે કોંગ્રેસની બેઠકો પર કબજો જમાવવામાં સફળ રહે છે કે કેમ. તમામની નજર રાહુલ ગાંધીની વાયનાડ સહિત આ બેઠકો પર ટકેલી છે.  Exit  Poll મુજબ તમિલનાડુમાં ભાજપને 2, કોંગ્રેસને 8 અને ડીએમકેને 21 બેઠકો મળી શકે છે. AIADMKનું ખાતું પણ નથી ખુલી રહ્યું. તે જ સમયે, pmkને 1 સીટ મળી શકે છે. POLLનો પહેલો ડેટા સામે આવ્યો છે. પ્રથમ આંકડો તામિલનાડુનો છે. રાજ્યની 39 લોકસભા બેઠકોમાંથી, I.N.D.I.A ગઠબંધનને 35 બેઠકો અને NDAને 4 બેઠકો મળવાની ધારણા છે.

ગુજરાતમાં તમામ મુદ્દાઓ પર અંતે PM મોદીનો ચહેરો ભારે રહ્યો છે. કારણ કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શકે છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક અગાઉથી જ ભાજપના નામે થઈ ચુકી છે, ત્યારે બાકીની 25 બેઠકો પર પણ ભગવો લહેરાઈ શકે છે. એક અન્ય એક્ઝીટ પોલમાં દર્શાવાયું છે કે  ગુજરાતમાં ભાજપને 2 કે 3 બેઠકોનું નુકશાન થઇ શકે અને  રાજકોટમાં રૂપાલા હારી શકે છે.

Related Articles

Back to top button