राष्ट्रीयઅરવલ્લી

મેઘરજ પોસ્ટ ઓફિસના નઘરોળ તંત્રને કારણે ગ્રાહકોના ધરમ ધકકા…! ક્યારે સુધરશે..?!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા...

એક સમયે પોસ્ટ ખાતાની બોલબાલા હતી. સમયની સાથે તાલ મિલાવીને પોસ્ટ ખાતાએ આધુનિક ટેકનોલોજી અપનાવી છે. પણ તેમ છતાં યોગ્ય જાળવણી કે કે કોઇ અન્ય કારણોસર ગ્રાહકોને પરેશાન થવુ પડે છે. આવું જ કંઇક  અરવલ્લી જિલ્લામાં મેઘરજ પોસ્ટ ઓફીસમાં થયું છે અને મેઘરજ પોસ્ટ ઓફિસના તંત્રને કારણે  ગ્રાહકોના ધરમ ધકકા થઇ રહ્યાં છે.

વિગતે જોઇએ તો, છેલ્લાં બે દિવસથી સર્વર બંધ રહેતા ગ્રાહકોને  તેમના નાણાંકિય વ્યવહારોમાં મુશ્કેલી પડી રહી છે. આખા તાલુકાના લાભાર્થીઓને નાણાં ભરવા અને મેળવવામાં  હાલાકીનો અનુભવ કરવો પડી રહ્યો છે. આમ પોસ્ટ ઓફીસ તંત્રની બેદરકારીનો  ભોગ  ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો બની રહ્યાં છે. અને પોસ્ટ ઓફિસના નઘરોળ તંત્રને કારણે  ગ્રાહકોના આર્થિક કામકાજો રઝળી પડ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ સર્વર તરત શરૂ થાય એવા પ્રયાસો હાથ ધરે તે જરૂરી છે.

Related Articles

Back to top button