sabarkathaराष्ट्रीय

મત મારો અધિકારઃ મતદાન જાગૃતિ અંતર્ગત બાઈક/કાર રેલી યોજાઈ….

મત મારો અધિકારઃ મતદાન જાગૃતિ અંતર્ગત બાઈક/કાર રેલી યોજાઈ....

આજરોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તલોદ તાલુકાના શિક્ષણ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા બગીચા વિસ્તારમાં સિગ્નેચર કેમ્પેઇન તેમજ ટી.આર. ચોકડીથી અંબાજી ચોક થઇ એપીએમસી માર્કેટ સુધી બાઈક અને કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું  હતું અને મતદાન અવશ્ય કરો…નો સંદેશો આપ્યો હતો.

આ કાર્યક્રમમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સાહેબ દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.. રેલીના સમાપન પછી માનનીય જીલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્કેટ યાર્ડ ખાતે હાજર રહેલ ખેડૂતો અને શિક્ષકોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.હતા.

આ કાર્યક્રમમાં તલોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો અને સી.આર.સી.કો.ઓ. જોડાયા હતા.. આ તમામ કાર્યક્રમનું આયોજન જીલ્લા વિકાસ અધિકારીની પ્રેરણાથી જીલ્લા સ્વીપ એક્ટીવીટીના નોડલ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ બીઆરસી કોઓર્ડીનેટરશ્રી પીંકેશભાઈ પટેલ તથા સર્વે સી.આર.સી. ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમ થકી લોકોમાં મતદાન જાગૃતિ કેળવાય તેવા એક શુભ સંદેશ પહોંચાડીને લોકશાહીના આ પર્વને ધૂમધામથી ઉજવવાનો સંદેશ અપાયો હતો.

Related Articles

Back to top button