એક સવાલઃશું RITમાં ચિઠોડા ગ્રામ પંચાયતના કાળા ચિઠ્ઠા છુપાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે..?
એક સવાલઃશું RITમાં ચિઠોડા ગ્રામ પંચાયતના કાળા ચિઠ્ઠા છુપાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે..?
વિજયનગર તાલુકાના ચિઠોડા ગ્રામ પંચાયતમાં એક જાગૃત નાગરિકે માહિતી અધિનિયમ 2005(આરટીઆઇ) મુજબ , ચિઠોડા ગ્રામ પંચાયતમાં માહિતી અધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી કરીને માહિતી માંગી હતી.
પરંતુ માહિતી અધિકારીએ માહિતી અધિનિયમની જોગવાઇનો ભંગ કરીને માંગેલી માહિતી અન્ય વ્યક્તિને શેર કરી નાંખી છે, જે ખેખર તો ગુન્હાહિત કૃત્ય જ કહી શકાય તેમ છે. અને સવાલ એ છે કે આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતી અન્ય વ્યક્તિને શા માટે આપવામાં આવી..? શું આ અધિકારી દરેક આરટીઆઇ Dરજrમાં આવુ જ કરે છે..? શું તે નિયમ વિરૂધ્ધ નથી..? જેમને માહિતી શેર કરી તેની સાથે આ અધિકારીને શો સંબં ધ છે..?
આખરે સમય જતાં માહિતી અધિકારીએ ગેરમાર્ગે દોરે તે મુજબ માહિતી આપી છે….! પરંતુ એમાં પણ ગરબડ ગોટાળાની જેમ તારીખ વગરના બિલોની નકલ આપી છે…અને લખ્યું છે કે ચેકથી પેમેન્ટ કરેલ છે.. તો ક્યાં ચેક નંબરથી પેમેન્ટ થયેલ એ પણ દર્શાવ્યા વગરની માહિતી આપી છે. જેને કાયદાકીય રીતે જોઇએ તો અધ્ધરતાલ અને અધૂરી માહીતી આપી કહેવાય. કેમ કે જે ચેક નં.થી ચુકવણુ થયું હોય તેનો નંબર દર્શાવવો અનિવાર્ય છે. અને આ જોગવાઇથી અધિકારી સંપૂર્ણ વાકેફ હોવા છતાં કોઇ મલિન ઇરાદાપૂર્વક ચેક નંબર આપવામાં આવ્યો નથી. તે સવાલ એ છે કે પંચાયત નંબર વગરના ચેકથી પેમેન્ટ કરે છે..?
આ ઉપરાંત જે માહિતી છે તેમાં તેમજ વર્ક ઓર્ડરમાં કામ પૂર્ણ થતાંની સાથે તકતી લગાવવાની હોય છે અને ત્યારબાદ કાર્યપૂર્ણતાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. તો વગર તકતીએ પૂર્ણતાનું પ્રમાણપત્ર આપેલ હોય એમ જણાઇ રહ્યું છે.
અરજદારે 7 મુદ્દાની માહીતી માંગી છે અને એક જ મુદ્દામાં આટલા લોચા-લાપસી હોય તો… આટલી બધી બેદરકારી જોય તો બાકીના છ મુદામાં કેટલી બેરદકારી હશે ? અલબત એ તો માહિતી આપ્યા બાદ જ ખ્યાલ આવશે….!
દરમ્યાન, આરટીઆઇ હેઠળના બાકીના મુદ્દાની માહિતી આપવા બાબતે જાગૃત નાગરિકે સંબંધિત માહિતી અધિકારીને પૂછતાં તેમણે જણાવેલ કે મને આ બાબતની કોઈ જ પ્રકારની જાણ નથી….! શુ માહિતી અધિકારીએ જ્યારે હવાલો સંભાળ્યો હશે ત્યારે જોયા વગર હવાલો લઈ લીધો હશે કે કે પછી પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે… ? પરંતુ છ મુદાની માહિતી ન આપતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
અરજદારના મતે, બાકીના 6 મુદાની માહિતી આપવા માટે તલાટી આનાકાની કેમ કરી રહ્યા છે એ એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે. હવે જાહેર માહિતી મુજબ એક જાગૃત નાગરિકે માગેલ માહિતી ચિઠોડા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અન્ય વ્યક્તિને શેર કરી એ એક કાયદાકીય ગુન્હો બને છે, તો શુ હવે અપીલ અધિકરી પણ ચિઠોડા ગ્રામ પંચાયતના જે તલાટીએ જાહેર માહિતી અધિનિયમનું ઉલલ્ઘન કર્યું તે બાબતે અપીલ અધિકારી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરશે કે નહીં…?
મોટો સવાલ એ થઈ રહ્યો છે કુલ 6 મુદ્દાની માહિતી આપવા માટે ગ્રામ પંચાયતના તલાટી શઉં એટલા માટે આનાકાની કરી રહ્યા છે કે પંચાયતમાં અહીંયા ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે…? સ્વાભાવિક છે કે શંકા કૂશંકાઓ એવુ માનવાને પ્રેરી રહી હોય કે જરૂર દાળમાં કંઇક કાળુ છે કે પછી ફિલ્મી સ્ટાઇલમાં કહીએ તો શું આખી દાળ જ કાળી હોય એવું લાગી રહ્યું છે..? એક જાગૃત નાગરિકે અપીલ અધિકારીને અરજી કરી છે અને સાથે સાથે આ માહિતી ન આપવામાં આવે તો આયોગમાં જવાની પણ તૈયારી બતાવી છે..




