sabarkathaराष्ट्रीय

ફરજનિષ્ઠાઃ હિંમતનગર બી-ડીવીઝનના PIનું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કરાયું..

ફરજનિષ્ઠાઃ હિંમતનગર બી-ડીવીઝનના PIનું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કરાયું..

સામાન્ય રીતે ખાખીને વધારે જશ મળતુ નથી. પરંતુ કેટલાક બાહોશ પોલીસ અધિકારીઓની ફરજનિષ્ઠાને કારણે તેમને જશની સાથે માન-સન્માન પણ મળતા હોય છે. જેમ કે સાબરકાંઠામાં  હિંમતનગર બી-ડીવીઝનના PI નું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

હિંમતનગર બી-ડીવીઝનના PI નું ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માન કર્યું  પંજાબ એન્ડ સિંધ બેન્કના અધિકારીઓ દ્વારા. કારણ કે તેમણે કરેલી કામગીરીને કારણે બેંકને થતું નુકશાન અટકી શક્યું હતું. છ દિવસ પહેલા બેન્કના એટીએમમાં કોઇ અજાણ્યા શખ્સે તોડફોડ કરી હતી અને તેની પોલીસને જાણ કરાતા જ  પોલીસે ગુનો નોધી અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં એટીએમ તોડનારને ઝડપી લીધો હતો.

આ સમગ્ર કેસમાં પીઆઇનું માર્ગદર્શન જોવા મળ્યું હતું. તેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button