राष्ट्रीय

કૃષિ જગતઃ દેશની સોથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોનો કારોબાર ફરીથી સંઘાણીના હાથમાં…..

કૃષિ જગતઃ દેશની સોથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોનો કારોબાર ફરીથી સંઘાણીના હાથમાં.....

ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ. 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી છે.મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.

ફર્ટિલાઈઝર ક્ષેત્રે હરણફાળ ભરી રહેલી ઈફ્કોના ડિરેકટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી.

ગઈકાલે જયેશ રાદડિયાને જીતાડી તેમજ આજે બિનહરિફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઈફકોમાં પોતાનો રૂતબો જાળવી રાખ્યો છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફ્કોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે.

નોંધનીય છે કે, ગઈકાલે ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.

Related Articles

Back to top button