માં અંબાના સાનિધ્યમાં દર્શનનો લાભ લેઓ એક અમુલ્ય મોકો છે જેને લઈ ભક્તો મોટી સંખ્યામાં પગપાળા દર્શનાર્થે ઉમટી પડે છે કોઈ ચાલતા, કોઈ આળોટતા તો કોઈ સંગ સાથે…મોટા અંબાજી જેટલુ જ મહત્વ આ મંદિરનુ છે એટલે જ ભક્તો પહેલા આ મંદિરના દર્શન કરીને જે મોટા અંબાજી જઈને દર્શન કરે છે જો આ માં અંબાના દર્શન ન કરે તો યાત્રા પુર્ણ ન કહેવાય..
.ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શને પદયાત્રે ભાદરવી પુનમે નિકળી પડતાં હોય છે પણ ઘણાંખરા પદયાત્રી સંઘ અહી દર્શન કરવા માટે જરૂરથી પહોંચતાં હોય છે માં અંબાના શિખર પર ધજા પણ જરૂરથી ચઢાવતાં હોય છે એટલે કે ભક્તો અહી માં અંબાના દરબારમાં હાજરી ભરીને જ આગળ મોટા અંબાજી પહોંચતાં હોય છે… અહિ ધજાઓ ચઢાવવાની માનતા હોય છે અને ભક્તો મોટી સંખ્યામાં ધજાઓ ચડાવે છે તો અહિ માતાજી તમામ મનોકામના પુર્ણ કરવામાં આવે છે જેથી અહિ ભક્તો મોટી સંખ્યામાં ધજાઓ ચડાવે છે અને માન્યતા પુર્ણ કરે છે….
શ્રધ્ધા, આસ્થા, પુજા અને અર્ચના એ સાથે ભક્તોનો માનવ મહેરામણ સાથે ઉમટી પડ્યો છે ત્યારે ભક્તોમાં નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માંના દર્શને અચુક જતાં હોય છે માં અંબાનુ આ મંદીર પૌરાણિક મંદીર છે. રાજવી કાળથી નિર્માણ પામેલ આ મંદીરમાં ભાદરવી પુનમે ભક્તોની ભીડ જામે છે અને વર્ષના 365 દિવસ આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે…




