કડક મીઠી ચાની સાથે સરકારી સહાયની ઉપોયગી જાણકારી પણ આપવામાં આવી….
વિનોદ બ્રહમભટ્ટ…
ભારતીય જનતા પાટીઁઁ સાબરકાંઠા દ્રારા શકિત વંદન સ્વસહાય જૂથ અને એન.જી.ઓ. સાથે હિંમતનગર ખાતે ચાય પે ચચાઁ કાયઁક્રમ યોજાયો હતો.

આજે ચાય પે ચઁચામાં સરકારશ્રી દ્રારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મહેમાનશ્રીઓ દ્રારા આપી હતી અને તેમાં સંસ્થાઓ આ કામ કરી રહી છે તો તે આ યોજનાઓ જરૂરીયાતમંદ સુંધી પહોંચાડી શકે. તે માટે સહયોગ જરુરી છે.
સંસ્થાઓ વતી રૂપાજી પ્રજાપતિએ સંસ્થાઓના પ્રશ્ર્નો રજુ કયાઁ જેને આવેદન સ્વરૂપે લેખિતમાં આપવુ તેમ નક્કી કરવામાં આવ્યુ હતું. કાયઁક્રમ આયોજન જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ નિલાબેન પટેલ, નિમઁળાબેન પંચાલ દ્રારા કરવામાં આવ્યુ હતું.
આ કાયઁક્રમમાં ભા.જ.પ.ગુજરાતના ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર. નિલાબેન પટેલ સાબરકાંઠા મહિલા મોરચા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ ભુમિકાબેન પટેલ અને જીલ્લા મહામંત્રી કાજલબેન દોશી, લીનાબેન વ્યાસ એન.જી.ઓ. ઇન્ચાજઁ લીલાબેન નિનામા અને અન્ય મહાનુભાવો વિવિધ હોદેદારો હાજર રહીને ઉમદા માગઁદશઁન પુરૂ પાડયુ હતું..




