गुजरातराष्ट्रीय

કેજરીવાલની ગેરંટીઃ સરકાર બનતા જ મહિલાના ખાતામાં મહિને એક હજારસન..સન..કરતાં જમાં..!

કેજરીવાલની ગેરંટીઃ સરકાર બનતા જ મહિલાના ખાતામાં મહિને એક હજારસન..સન..કરતાં જમાં..!

અમદાવાદ: રાજ્યમાં હાલ ચૂંટણીની મોસમ છવાઇ છે. ત્યારે આજે આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે છે. રવિવાર રાતથી જ આપ તથા ભાજપ અને ગુજરાત પોલીસ વચ્ચે આક્ષેપ પ્રત્યારોપ થઇ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પણ આપે વધુ ગેરંટીની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે આ કાર્યક્રમમાં ગેરંટી આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં સરકાર બનાવી આપો એક માર્ચ બાદ વીજળી ફ્રી કરી દઇશું. આ સાથે મહિલાઓના ખાતામાં દરમહિને એક એક હજાર રૂપિયા આપવાની પણ વાત કરી હતી.

અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકો સાથેના સંવાદમાં જણાવ્યુ કે, ‘ગુજરાતમાં સરકાર બનાવી આપો એક માર્ચ બાદ વીજળી ફ્રી કરી દઇશું. કેજરીવાલ જે કહે છે તે કરે છે. મફતમાં વીજળી જોઇએ કે નહીં, મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. જનતાને 300 યુનિટ વીજળી ફ્રી આપવી પડે તો તેમને મરચું લાગે છે. આ તો ના ઇન્સાફી છે.’ આ સાથે પણ જણાવ્યુ કે, ઘરમાં જેટલી 18 વર્ષની મહિલાઓ છે તેમને દર મહિને એક હજાર રૂપિયા તેમના ખાતામાં આપવામાં આવશે.

મણે વધુમાં જણાવ્યુ કે, ‘દિલ્લીમાં જેટલા પણ રીક્ષા ચાલકો છે એમને પૂછો તો કહેશે કે; અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકારમાં મારો દીકરો મંત્રીઓના દીકરા ભણે એવી શાળામાં ભણે છે એનો મને ગર્વ છે.’

અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરની સવારે, એટલે મંગળવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12 વાગે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.

Related Articles

Back to top button