sabarkathaराष्ट्रीय

ઇડર અને વડાલી તાલુકામાં યોજાશે ધર્મ પરિવર્તન દીક્ષાર્થ કાર્યક્રમ..બુધ્ધમ્ શરણમ્…

રિપોર્ટર-રાહુલ ચાવડા હિંમતનગર....

ધર્મ પરિવર્તન કલેકટરે બીજા રાઉન્ડના ઓર્ડરમાં 7 નામ જાહેર કર્યા  જેમાં હિંમતનગર ઈડર અને વડાલી તાલુકાના દીક્ષાર્થીઓનો  સમાવેશ કરવામાં આવ્યો છે.  આમ ધર્મ પરિવર્તન અંગે કલેકટરશ્રીને 40 થી વધુ લોકો દ્વારા અરજી મોકલવામાં આવી હતી  જેમાં અગાઉ પ્રથમ રાઉન્ડમાં 25 અરજીઓ ને પરવાનગી આપી હતી અને બીજા રાઉન્ડમાં 7 અરજીનો ઓર્ડર આપવામાં આવ્યા છે 

વિગતે જોઈએ તો હિંમતનગર તાલુકાના ધોરવાડા ગામના ભાંભી બાબુભાઈ ખેમાભાઈ,  ચાવડા રાહુલકુમાર બાબુભાઈ,  ઈડર તાલુકાના ઉમેદગઢના રાઠોડ પ્રવિણકુમાર મગન ભાઈ, રાઠોડ ધવલ કુમાર મગન ભાઈ,  તથા ઓડા ગામના વણકર સલોની બેન પ્રવીણભાઈ,  વડાલી તાલુકાના ભવનગઢના.  કાપડિયા હાર્દિક કુમાર, લાલજીભાઈ,  વણકર હરેશ ભાઈ નાનજીભાઈ, લોકોએ મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા હિન્દુ ધર્મમાથી બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમોને કોઈ સંસ્થા કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા ધાક ધમકી કે દબાણ આપવામાં આવ્યું નથી અમોએ સ્વૈચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે કારણ કે આ ધર્મ એ વિજ્ઞાન અને પ્રકૃતિમાં માનનારો ધર્મ છે.

Related Articles

Back to top button