sabarkathaराष्ट्रीय

ઠક્કરબાપા છાત્રાલય-ઈડર ખાતે છાત્ર સંવાદ કાયઁક્રમનું આયોજન….

ઠક્કરબાપા છાત્રાલય-ઈડર ખાતે છાત્ર સંવાદ કાયઁક્રમનું આયોજન....

પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની યોજના છાત્રાવાસ સંપર્ક અભિયાન અંતર્ગત ઈડર શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ઠક્કરબાપા છાત્રાલય ઈડર ખાતે છાત્ર સંવાદ કાયઁક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમારે સરકારની શૈક્ષણિક યોજનાઓ અંગે માહિતી આપીને બાળકોને તેમના જીવનમાં અભ્યાસનું મહત્વ સમજાવી પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા સફળતાના શિખરે કઈ રીતે પહોંચાય તેનું માર્ગદર્શન આપ્યું હતું.

 આ કાયઁક્રમમાં શહેર અનુસૂચિત  જાતિ મોરચા પ્રમુખ વિજયભાઇ પરમાર, જિલ્લા કારોબારી સદસ્ય મનહરભાઈ પરમાર, છાત્રાલયના ગૃહપતિ અશોકભાઈ પરમાર, યુવા કાયઁકર મિહિરભાઈ પરમાર વગેરે હાજર રહ્યાં હતા.  કાર્યક્રમમા  અંતમાં બાળકોને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું..

Related Articles

Back to top button