બ્રિજેશ પટેલ સામે આદિવાસી સમાજે બાંયો ચડાવી..આવેદનપત્ર આપી પગલા ભરવા કરી માંગણી
બ્રિજેશ પટેલ સામે આદિવાસી સમાજે બાંયો ચડાવી..આવેદનપત્ર આપી પગલા ભરવા કરી માંગણી

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે ભાજપ કાર્યકર – ભાજપ કાર્યકર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો પડઘો પડ્યો છે. જેમાં બ્રિજેશ પટેલે તાલુકા પંચાયત ખાતે કરી ઉગ્ર બોલી ચાલી અને જાતીવિષયક શબ્દોનુ ઉચ્ચારણ કરતા આદીવાસી સમાજ દ્રારા તેમની સામે આવેદન પત્ર અપાયુ છે.
બોલાચાલી બાદ અપમાનિત આદીવાસી સમાજના અગ્રણીઓએ ભેગા મળીને બેઠક કર્યા બાદ તાલુકા પ્રમુખ અને પ્રભારીને આવેદન પત્ર. આપીને રજૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી સમાજે ખેડબ્રહ્મા શહેરમાં રેલી સ્વરૂપે વિરોધ દર્શાવીને આવેદન પત્ર આપી કરી ઉગ્ર રજુઆત કરીને આદીવાસી એકતા ઝિંદાબાદ..ના સુત્રોચ્ચાર કરાયા હતા.
એટલુ જ નહીં પણ આદિવાસી સમાજે ચુંટણી બહિષ્કાર સુધીની ચીમકી પણ ઉચ્ચારી હતી. નોંધનીય છે કે બ્રિજેશ પટેલે આદિવાસીઓનું ઘોર અપમાન કરતાં એમ કહ્યું કે.પટેલ સમાજ જ ભાજપને મત આપે છે તમે આદીવાસી ભાજપને મત આપતાં નથી. અને વધારે માથાકૂટ કરશો તો અનિશ્વાસની દરખાસ્ત કરીને પ્રમુખમાંથી કાઢી મુકીશ, એવી ધમકી આપીને મને ઓળખતા નથી મારી પહોંચ ઉંચી છે, એમ કહીને પોતાનો રૂઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો..




