राष्ट्रीय

લીકર કાંડ હૈ કી માનતા નહીઃ પૂર્વ સીએમની દિકરી કવિતાની હવે સીબીઆઇએ ધરપકડ કરી…

લીકર કાંડ હૈ કી માનતા નહીઃ પૂર્વ સીએમની દિકરી કવિતાની હવે સીબીઆઇએ ધરપકડ કરી...

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશને ગુરુવારે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિથાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કવિથા પર આમ આદમી પાર્ટીના નેતાને લીકર લાયન્સ માટે 100 કરોડ રૂપિયા આપવાનો કથિત આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ કવિતા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે કવિથાની હૈદરાબાદના બજારા હિલ્સ વિસ્તારમાંથી 15 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી કોર્ટે સેન્ટ્રલ તપાસ એજન્સીને પૂછપરછ માટે પરવાનગી આપ્યા પછીથી બીઆરએસના નેતાની ધરપકડ થઈ હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સીબીઆઈને કવિથાની પૂછપરછ માટે જેલની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી.  ઈડીએ કવિથાને સમગ્ર કેસની સૂત્રધાર ગણાવી હતી. તપાસ એજન્સીએ તેની રિમાન્ડ એપ્લિકેશનમાં જણાવ્યું છે કે તેણીએ એક આપ નેતાને દિલ્હી એક્સાઈઝ ડ્યુટીના મામલામાં પોતાની તરફેણ કરવા બદલ 100 કરોડની લાંચ આપી હતી.

Related Articles

Back to top button