પહેલા રોડ બનાવ્યો, હવે ગટર માટે તોડફોડ…! मुस्कराते रहो… आप हिमतनगर में हो !!!
પહેલા રોડ બનાવ્યો, હવે ગટર માટે તોડફોડ...! मुस्कराते रहो... आप हिमतनगर में हो !!!
હિંમતનગર નગરપાલિકા ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા રાત્રીના અધારામાં JCB દ્વારા R.C.C રોડ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

વાત જાણે એમ છે કે ગીરીશભાઈ ભાવસારના ઘરની સામેથી અંબર ટોકીઝ થઈ પેરેમાઉન્ટ હોટલ પોલો ગ્રાઉન્ડ સુધી હિંમતનગર નગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા ડામર રોડ કાઢી નાખી લાખો રૂપિયાના ખર્ચે વર્ષો પછી RCC રોડની કામગીરી કરવામાં આવી રહી છે.
હજુ તો ત્યાંના રહેવાસીઓને વર્ષો પછી ખાડા વગરના સારા રોડ રસ્તા નું સુખ મળ્યું હતું. ત્યાં તો ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા કહેવાતા અથવા માનવ નિર્મિત ફોલ્ટના લીધે RCC રોડ તોડવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે જે આપ વિડીયો અને ફોટોમાં જોઈ શકો છો.
ત્યાં થી પસાર થતા સામાન્ય નાગરિક તરીકે મનમાં પ્રશ્ન થાય અને દુઃખ થાય કે શા માટે આટલો સરસ રોડ હમણાં જ બન્યો અને તોડી નાખવામાં આવતો હશે?
હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષોથી એકધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ શાસકપક્ષની ગુટબાજીને કારણે જેનો ભોગ સામાન્ય નાગરિક બની રહ્યો છે. નાગરિકોના ટેક્ષ તેમજ સરકારશ્રીના નાણાનો સ્પષ્ટ વ્યય આપ જોઈ શકો છો. રોકો,,,તેને રોકો…કોઇ તો રોકો…
मुस्कराते रहो आप
हिमतनगर में हो !!!




