
દહેગામ તાલુકાના લીહોડા ખાતે આવેલી ગાયત્રી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને હિન્દી દિવસ પ્રસંગે હિન્દી ભાષાની ઉપયોગીતા વિશેની વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા ખાતે આવેલી ગાયત્રી વિદ્યામંદિર ખાતે શાળાના આચાર્ય તરફથી નવી નવી શિક્ષણ ને લગતી માહિતી અવારનવાર આપીને વિદ્યાર્થીઓના ભણતર તેમજ જ્ઞાન વધે તેના માટે નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.
જેના અનુસંધાનમાં હિન્દી વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા અને નિબંધ પ્રજાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના કાર્યક્રમમાં દહેગામ bank of india ના મેનેજ મેનેજર દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો વ્યવહારમાં મહત્વની કારકિર્દીમાં હિન્દી ભાષા ની ઉપયોગીતા વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી
આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ સાથે સાથે સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને રાઇટીંગ પેડ સ્મૃતિ ચિહ્નરૂપે ભેટ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને અનુસરીને શાળાના આચાર્ય બેચરભાઈ પટેલ અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને શાળા સંકુલમાં આ કાર્યક્રમ તથા વિદ્યાર્થીઓની સારી કામગીરીને આવકારી હતી.




