sabarkathaराष्ट्रीय
પેઢમાલા: નવરાત્રી મહોત્સવમાં યુવાધન ગરબાની રમઝટ સાથે હિલોળે ચડ્યું
પેઢમાલા: નવરાત્રી મહોત્સવમાં યુવાધન ગરબાની રમઝટ સાથે હિલોળે ચડ્યું

નવલી નવરાત્રિનો આજે નવમો અને છેલ્લે દિવસ. નવે નવ દિવસ ખેલૈયાઓએ મન મૂકીને મહોત્સવ માણ્યો છે અને તેમાં પણ પેઢમાલાના નવરાત્રી મહોત્સવમાં યુવાધન જાણે કે ગરબાની રમઝટ સાથે હિલોળે ચડ્યું હોય તેવા આબલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.
પેઢમાલામાં જન સેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે,અને પ્રાચીન ગરબાની સાથે સાથે અર્વાચીન ગરબા મહોત્સવ પણ ધૂમ મચાવી રહ્યા છે.બે વર્ષ કોરોના કાળ બાદ જાણે યુવાધન જાણે હિલોળે ચડ્યું હતું.અને બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવવા માટે એકત્ર થયા હતા,અને માતાજીના ગરબાની સાથે અર્વાચીન રાસની રમઝટ બોલાવી હતી.




