राष्ट्रीयઅરવલ્લી

ચોરીનો અનોખો નુસ્ખો, સોનાની બુટ્ટી મોઢામાં સંતાડી છૂ….મંતર..બોલો, પોલીસે ગુનો ના નોંધ્યો..

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…..

અરવલ્લીમાં એક જવેલર્સની દુકાનમાં ચોરીની એક અનોખી ઘટના જોવા મળી હતી. જે જોઇને પોલીસને પણ નવાઇ લાગી હતી. ચોરીના નવા નવા નુસ્ખામાં આ નુસ્થાનો સમાવેશ થાય તો નવાઇ નહીં.

વિગતે જોઇએ તો, અરવલ્લીના મેઘરજમા ઝવેરીની નજર ચૂકવીને દાગીના ચોરતી મહિલા ગેંગ ઝબ્બે થઇ છે. જે દુકાનમાં આ ગેંગ ખરીદવાના બહાને ગઇ હતી તે દુકાનના સી સી ટી વીને આધારે ભાંડો ફૂંટ્યો હતો.

મેઘરજમાં  એસ એચ નામની એક જવેલર્સની દુકાનની ઘટનામાં જોઇએ તો મહિલા દ્વારા સોનાની બુટ્ટી મોઢામાં મૂકીને અનોખી ચોરી કરાઈ હતી. જાણ એ રીતે થઇ કે જ્વેલર્સનો દીકરો પોતાના ઘરે મોબાઈલમાં સી સી ટી વી ફૂટેજ જોતો હતો તે સમયે ઘટના સામે આવી હતી. જેની જાણ મેઘરજ પોલિસને  કરવા છતાં ગુન્હો નોંધાયો નથી.    

Related Articles

Back to top button