sabarkathaराष्ट्रीय

જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, વીજળી પડવાના બે બનાવો બન્યા..

જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, વીજળી પડવાના બે બનાવો બન્યા..

ગુજરાતના બીજા વિસ્તારો અને જિલ્લાઓની જેમ સાબરકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે  વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો.

આકાશી સતત વીજ કડાકા લઈને સાબરકાંઠા જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડી હોવાના બનાવો નોંધાયા હતા. જેમાં હિંમતનગર તાલુકાના ઝાલાનગર ગામે વીજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય કિસ્સામાં ખેડબ્રહ્મા દેવડા બળવંતસિંહ નાથસિંહ પટેલના ફળિયા માં આવેલ મકાન પર વીજળી ત્રાટકી હતી. જેમાં મકાન ઉપર વીજળી પડતા મકાનના પાછળના ભાગમાં દિવાલ તૂટી ગઈ હતી. જો કે સદભાગ્યે  ઘરના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આમ જિલ્લામાં વીજળી ત્રાટકવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા..

Related Articles

Back to top button