આજે 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતભરમાં દેશની આઝાદીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે ૧૫મી ઓગષ્ટનાં દિવસે સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
તિરંગા યાત્રા શરૂ કરતા પહેલા ન્યાય મંદિર સર્કલ ખાતે વણજારા સમાજના આગેવાનોનુ ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાઈ રેલીનું બી ડિવિઝન પી એસ આઇ જોશી સાહેબ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ રેલી હિઁમતનગરનાં વિવિઘ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો બાળકો અને મહીલાઓ મોટી સંખ્યામા જોડાયા હતા ત્યારે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિની અનેરી લહેર જોવા મળી હતી




