sabarkathaराष्ट्रीय

ઘરફોડચોરને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ….

ઘરફોડચોરને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ....

નાયબ પોલીસ મહાનિરીક્ષક, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ ઘરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ  પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ છે..

દરમ્યાનમાં, તા.૧૪/૦૭/૨૦૨૪ ના રોજ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેણે બદને લાલ કલરની અડધી બાયની ટીશર્ટ તેમજ કમરે કાળા કલરનુ લોઅર પહેરેલ છે જે રીક્ષા લઈને ઇડર થી હિંમતનગર તરફ આવે છે જેની પાસે ચોરીના મોબાઈલ ફોન છે.જે હકીકત આધારે હિંમતનગર ધાણધા ફાટક પાસે છુટાછવાયા ગોઠવાઈ ગયેલ અને ઉપરોક્ત હકીકતવાળો ઇસમ રીક્ષા લઇને આવતા સદરી ઇસમને રીક્ષામાથી નીચે ઉતારી તેનુ નામ ઠામ પુછ્યું હતું.

પૂછપરછમાં  તેણેપોતે પોતાનુ નામ અલ્તાફ ઉર્ફે અલ્તુડી ઇદ્રીશભાઈ મેમણ ઉ.વ.૨૨ રહે, રોયલ સોસાયટી, આર.ટી.ઓ પાસે, સવગઢ, તા.હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતા  આ ઇસમની અંગ ઝડતી કરતા લોઅરના બંન્ને ખીસ્સામાથી પાંચ મોબાઈલ તેમજ એક ચાંદીનો કંદોરો મળી આવેલ જેના આધાર પુરાવા બાબતે સદર ઇસમની યુક્તી પ્રયુકતીથી પુછપરછ કરતા પોતે સદર મોબાઈલ ઇડર -હિંમતનગર હાઇવે ઉપરથી નવીન બનતા કોમ્પલેક્ષમાથી તેમજ ચાંદીનો કંદોરો ઇડર -હિંમતનગર હાઇવે ઉપર આવેલ ફેકટરીની ઓરડીમાથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હતી.

જે બાબતે ઇડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૮૭૯/૨૦૨૪ બી.એન.એસ.૩૩૧ (૩)(૪),૩૦૫ મુજબ તથા ઇડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૮૮૦/૨૦૨૪ બી.એન.એસ.૩૦૩(૨) મુજબના ગુન્હા નોધાયેલ હોય જે ગુન્હાના હાના કામે આરોપીને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ),૧૦૬ મુજબ આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ ઘરફોડ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમને મુદ્દામાલ સાથે હિંમતનગર “બી” ડીવીઝન પોલીસે પકડી પાડ્યો હતો.

આ કેસમાં  કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓમાં -(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેકટર (૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ (૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ (૪) આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ (૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઈ  અને (૬) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button