આફ્રિકન દેશ માલીમાં બસ દુર્ઘટનાઃ31 લોકોના મોત……
આફ્રિકન દેશ માલીમાં બસ દુર્ઘટનાઃ31 લોકોના મોત......
આફ્રિકન દેશ માલીમાં થયેલી બસ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે.ત્યાંના પરિવહન મંત્રાલયે કરી પુષ્ટિ કરી હતી. આ ઘટના કેનીબામાં વિસ્તારમાં બની હતી જ્યારે એક બસ બાગો નદી પર આવેલા બ્રિજને પાર કરતા નદી પરના પુલ પરથી પડી હતી. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી.બસમાં ઘણા માલિયન અને પશ્ચિમ આફ્રિકાના પેટા-પ્રદેશના નાગરિકો હતા.
બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. ત્યારે તે પલટી ગઈ, જેમાં 31 લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવવો હોવાનું કહેવાય છે.પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થવાનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગના મૃત્યુ આફ્રિકામાં થાય છે.




