Blog

દારૂઃ રૂ.૩.૪૦ લાખના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ-સાબરકાંઠા

દારૂઃ રૂ.૩.૪૦ લાખના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ-સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી અસરકારક કામગીરી કરવા સુચના આપી છે.

આ સુચનાના આધારે  એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના  એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા એ.એસ.આઇ. સનતભાઇ તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનભાઇ તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.પો.કો.ગોપલભાઇ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. વિજયભાઇ તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવી છે.

ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૨૦/૦૭/૨૦૨૪ના હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ચાપાભાઇ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે, “ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ ગાડી નંબર- GJ.02.CA.1779 ગાડીમાં ગુપ્ત ખાનામાં બે ઇસમો રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી ઇડર થઇ હિંમતનગર થઇ અમદાવાદ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે વક્તાપુર સાંઇ મંદીર આગળ રોડ ઉપર નાકાબંધી કરી  હતી.

તે વખતે  ઇડર તરફથી બાતમી મુજબની સ્વીફટ ગાડી નંબર-GJ.02.CA.1779ની આવતાં તેને બ્લોક કરી ઉભી રખાવતાં તેમાં બે ઇસમો બેસેલ હોઇ બાતમી હકીકત આધારે ગાડીમાં ચેક કરતાં ગેર બોક્ષ નીચે તથા પાછળ બમ્પરના ભાગે ગુપ્ત ખાનુ હોવાનુ જણાઇ આવતા જે બન્ને ગુપ્ત ખાના ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હોઇ જે દારૂની બોટલ નંગ-૩૦ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૦૬૨૦/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬પએઇ. ૮૧.૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button