sabarkathaराष्ट्रीय

જાદરની સરકારી કોલેજમાં ભજવાયુ અભૂતપૂર્વ સામાજિક નાટક…અભિનંદન હો..

દિગ્દર્શન શંકર વણકર....

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાદર ખાતે તારીખ 25/08/2022ના રોજ ગુજરાતી વિભાગ અને નાટયધારાના સંયુક્ત ઉપક્રમે “જીવતા જુદા મરતાં મલ્યા” નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકમાં કુલ 100 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી.

આ નાટક ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર ના આર્થિક સહયોગથી લોકસેવા યુવા ટ્રસ્ટ દરામલી દ્વારા ભજવવામાં આવ્યું હતું. આ નાટક નું લેખન અને દિગ્દર્શન શ્રી.શંકર વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ નાટક માં ખ્યાતનામ કલાકારોએ સુંદર રીતે નાટક ભજવ્યું હતું.

નોંધનીય છે કે, આ નાટકમાં દીકરીઓના શિક્ષણ અને સામાજિક જીવન, આર્થિક અસમાનતા, લોકોને મદદ કરવાની ભાવના, યુવાન બાળકોનું માતા પિતા સાથે સમસ્યાયુક્ત વર્તન વગેરે જેવા મહત્વના સામાજિક વિષયોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપ્તધારાના કો-ઓર્ડિનેટર ડો.હેમંત સુથાર દ્વારા, શાબ્દિક સ્વાગત ગુજરાતી વિભાગના ડો. એ એ શેખ દ્વારા અને આભારવિધિ નાટ્યધારાના કો- ઓર્ડિનેટર ડો. પ્રતિક આચાર્ય દ્વારા કરવામાં આવી હતી

.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાટ્યધારા સમિતિના ડો. પ્રતિક આચાર્ય અને ડો રવિ મહેતા તથા ગુજરાતી વિભાગના ડો. એ. એ. શેખ અને ડો. હેમંત સુથાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Articles

Back to top button