राष्ट्रीयદહેગામ

દહેગામના લિંબચ મંદિરેથી પગપાળા સંઘ અંબાજી જવા રવાના..જય અંબે…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ, હરસોલી દહેગામ જીલ્લો ગાંધીનગર

દહેગામ ખાતે આવેલ લીમ્બચ માતાના ફળિયામાંથી છેલ્લા 20 વર્ષથી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 300 જેટલા ભાવિક ભક્તો પગપાળા સંઘ દ્વારા અંબાજી જાય છે. આ વખતે પણ  જય અંબે…કહીન સંઘ જવા રવાના થયો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલી લીમ્બચ માતાના ફળિયામાંથી ભાવસિંહ અને તેમનો પરિવાર તથા કુટુંબીજનો છેલ્લા 20 વર્ષથી મા અંબાજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હોવાથી હાથમાં ધ્રજા સાથે ડીજે સાઉન્ડ સાથે વાજતે ગાજતે અંબાજી પગપાળા સંઘ દ્વારા ચાલતા અંબાજી જવા નિકળ્યા છે.

ભાવસિંહના પરિવારના જણાવ્યાં મુજબ, અમે છેલ્લા 20 વર્ષથી અંબાજી જઈએ છીએ પરંતુ અમને કોઈ વિઘ્ન આવતું નથી અને એમાં અંબાજી માતા અમારા રખોપા કરે છે અને છેલ્લા 20 વર્ષથી અમે અંબાજી જઈએ છીએ અને શ્રદ્ધાપૂર્વક માના દર્શન કરીને પાવન થઈએ છીએ અને માના આશિર્વાદથી અમારા સકલ મનોરથ પૂરા થાય છે.

તેમણે વધુમાં કહ્યું કે, દર વર્ષે અમે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિમાં માહોલમાં રંગાઈને છેલ્લા 20 વર્ષથી સતત અંબાજી જઈએ છીએ અને તેમાં મહિલાઓ બાળકો યુવતીઓ અને યુવાનો અબીલ ગુલાલના છાંટણાથી રંગે રંગાઈને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક દહેગામ થી અંબાજીના માર્ગે પ્રયાણ કરી દીધું છે અને દહેગામ થી અંબાજી જતા જતા કેટલાય વિસામા આવે છે ત્યાં  જનસેવાના કાર્યો અવિરતપણે ચાલી રહ્યાં છે.

આમ સૌ ભાવિકભક્તો જય અંબે નાદ સાથે અત્યારે હાલમાં અંબાજીના માર્ગો ગુંજી ઉઠ્યા છે અને અંબાજી જવાના મુખ્ય માર્ગો ઉપર ભાવિક ભક્તોની મોટી ભીડ પણ જોવા મળી રહી છે આમ ભાદરવામાં  અંબાજી નો દ્વાર ભાવિક ભક્તો માટે પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે અને ગુજરાતના દૂર દૂરના ગામોમાંથી ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ થઈ જવા પામ્યો છે.

Related Articles

Back to top button