
મેઘરજના ઇસરી બારા આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમજાની અંદર વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓને પ્રથમ, દ્રિતીય, તૃતીય એમ ત્રણ નંબર લાવનાર વિધાર્થીઓને સમાજ દ્વારા શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સમાજની અંદર વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આમ સમાજ દ્વારા કુલ 50થી પણ વધુ લોકોનું સન્માન કરી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પટેલ ડાહ્યાભાઈ કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ સહીત વડીલો,યુવાનો તેમજ મહિલાઓ સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો




