sabarkathaराष्ट्रीय

સમસ્યા વડાલીનીઃ એક તરફ આકરો ઉનાળો, ગરમી અને બીજી તરફ પાણીની તંગી….

સમસ્યા વડાલીનીઃ એક તરફ આકરો ઉનાળો, ગરમી અને બીજી તરફ પાણીની તંગી....

સાબરકાંઠામાં હજુ તો આકરો ઉનાળો શરૂ થાય તે પહેલાં પાણીની અછત જોવા મળી રહી છે. અને સ્વાભાવિક રીતે પાણીની તંગીમાં મહિલાઓને જ સૌથી વધુ સહન કરવુ પડે છે. તેથી પાણીની તંગી વચ્ચે મહિલાઓ આક્રમક બની છે.

વિગતે જોઇએ તો, વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બૂમરાણ વરચે મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. તે પહેલાં પાલિકા કચેરી પહોંચેલી મહિલાઓ રણચંડીરૂપ ધારણ કરતા બંદોબસ્ત જાળવવા માટે પોલીસ બોલાવવામાં આવી હતી..

એક તરફ ઉનાળાની શરૂઆત, બીજી તરફ ગરમી અને એવા સમયે પીવા તેમજ વપરાશ માટે પાણી ન મળતું હોવાને લઇ પાલિકામાં ભારે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. મહીલાઓએ વડાલી પાલિકાનો ઘેરાંવો કરી પોતાનો રોષ ઠાલવ્યો. હતો…

આ અંગે પાલિકા તંત્રમાં રજૂઆત કરવા  છતાં પરીણામ શૂન્ય આવ્યું છે. જો કે, મહિલાઓને થાળે પાડવા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે એવા  વાયદાઓ કરવામાં આવ્યાં છે.

Related Articles

Back to top button