જાણીતા સામાજિક કાર્યકર અને આગેવાન ધીરજભાઇનું અદકેરૂ સન્માન….
જાણીતા સામાજિક કાર્યકર અને આગેવાન ધીરજભાઇનું અદકેરૂ સન્માન....
જાણીતા સામાજિક કાર્યકર અને આગેવાન સન્માનનીય શ્રી ધીરજભાઈ લેઉઆનો સન્માન સમારોહ અને ભવ્ય સંવિધાન શોભાયાત્રાનું આયોજન કાંકણોલ મુકામે યોજાયુ હતું.

જ્યાં ધીરજ લેઉઆએ, સંવિધાન દ્વારા આપવામાં આવેલા હક્ક અધિકાર અને ભારતીય ભવ્ય વારસાને ઉજાગર કરતું વ્યક્ત આપ્યું હતું, જેમાં ખાસ મહિલાઓ અને વર્ષોથી વંચિત રહી ગયેલા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી.
ધીરજ લેઉઆ સામાજિક કાર્યકર તરીકે સાબરકાંઠામાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. જ્યારે જ્યારે દેશમાં કોઈ અઘટિત ઘટના ઉભી થાય ત્યારે સૌ પ્રથમ અવાજ બનીને ઊભા રહે છે.

મોડાસામાં કાજલ પરમારની હત્યા હોય કે રાજસ્થાનના જાલોરમાં બાળકના પાણી પીવાના મુદ્દે હત્યા હોય કે આસીફાની બળાત્કારની ઘટના હોય કે ઢુઢરના ઠાકોર સમાજની દીકરી પર અત્યારની ઘટના હોય આવી અનેક ઘટનાઓ બાબતે હિંમતનગર ખાતે તેઓ અગ્રેસર રહી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
બહુમુખી પ્રતિભા ધરાવનાર એવા ધીરજભાઇએ ચિત્ર વ્યાયામ સંગીત અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી બાબતે પણ આંદોલનોમાં પણ આગળ રહીને કામ કરેલું છે

જેઓ સામાજિક જનજાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણ, વ્યસનમુક્તિ , વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના બાળકોને શિક્ષણ બાબતે સાથે દીકરીઓને શિક્ષણ બાબતે અગ્રેસર રહી અને સેવા કાર્ય કરી રહ્યા છે.
તેઓ હાલમાં હિંમતનગર ખાતે ફાઈન ડ્રોઈંગ ક્લાસીસ દ્વારા કલા ક્ષેત્રે સેવા આપી રહ્યા છે..




