
ભિલોડા તાલુકાના મોટાકંથારીયા હાઈસ્કૂલ ખાતે “36માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટાકંથારીયા જે. બી ઉપાધ્યાય હાઈસ્કૂલમાં રમત -ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત અને કલેક્ટરના આદેશ અનુસાર “36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમની ઉજવણી શાળામાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.
આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ દ્વારા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શાળાના આચાર્ય મગનભાઈ ડામોર દ્વારા ખેલાડીઓ અને વિધાર્થીઓને રમતોમાં ભાગ લેવા જણાવાયું હતું, અને ખેલાડીઓ, વિદ્યાર્થીઓને દરરોજ એક કલાક કસરત કરવા ફાળવવો જોઈએ, વિધાર્થીઓને તંદુરસ્ત રાખવા કાળજી લેવાની ખાસ અપીલ કરી હતી
આ પ્રસંગે ભિલોડા તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ગામેતી, પૂર્વ સરપંચ વી.ડી ખરાડી અને ગામના વિવિધ અગ્રણીઓ અને ગ્રામપંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષક વિનોદભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાનો સમગ્ર શિક્ષકગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




