બાઇક ચોરતા ચોરી તો લીધી પણ આગળ જતાં…..?!
બાઇક ચોરતા ચોરી તો લીધી પણ આગળ જતાં.....?!
મોટા ઉપાડે ચોરી કરવા આવેલા ચોરોમાં ક્યારેક રમૂજ જેવુ થઇ જતું હોય છે. અને ચીજવસ્તુ ચોર્યા બાદ, જેમ કે ટુ વ્હીલર ચોર્યા બાદ ઇંધણ ખતમ થઇ જાય તો..? તો તે માટે એમ કહેવાય કે ચોરના નશીબ વાંકા અને જેની ચીજવસ્તુ ચોરી હોય તે નશીબનો બળિયો…!
વિગતે જોઇએ તો વડાલીના ચુલ્લા ગામના એક બનાવ ચોર સાથે રમૂજ એવી થઇ કે, એક બાઇક ચોરવા આવેલ બાઇકચોરે પોતાની કલાકારીગરીથી બાઇક તો ચોરી લીધી અને તેને લઇને ભાગવા જતાં એવુ થયું કે બાઇકચોર પસ્તાતો હશે અને હવે પછી બાઇક ચોરતા પહેલાં પેટ્રોલ જરૂરથી ચકાસશે…. કેમ કે હિંમત કરીને બાઇક ચોરે બાઇક તો ઉઠાવી લીધી અને લઇને વટ કે સાથ જાણે પોતાની હોય તેમ નિકળ્યો ત્યારે નાછૂટકે તેને બાઇક ચોરવાનો ફેરો ફોગટમાં પડ્યો કેમ કે બાઇકમાં પેટ્રોલ જ નહોતું… અન્ પછી બાઇક ચોરવાનો ફેરો ફોગટ નિવડ્યો..!
વિગતે જોઇએ તો બાઇક ચોરીને એ બાઇકચોર વડાલી તરફ ભાગ્યો હતો. પરંતુ આગળ જતાં બાઇકમાં પેટ્રોલ પુરુ થતા બાઇક રસ્તામાં છોડી દેવી પડી હતી. અને આમ ઓછા પેટ્રોલના લીધે એક બાઇક ચોરી થતા બચી ગઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.




