sabarkathaराष्ट्रीय
સામાજિક કાર્યકર ધીરજભાઈ લેઉઆનું શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે સન્માન કરાયું..
સામાજિક કાર્યકર ધીરજભાઈ લેઉઆનું શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે સન્માન કરાયું..

ઈસરવાડા મુકામે સામાજિક કાર્યકર ધીરજભાઈ લેઉઆનું શિક્ષણ અને સામાજિક જાગૃતિના સેવા કાર્યો બદલ સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.
આ કાર્ય્ક્રમમાં સામાજિક જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે તજજ્ઞો દ્વારા સુંદર અને સરસ મજાની અને ઉપયોગી ચર્ચા કરવામાં આવી હતી. બાળાઓએ સુંદર ગીત અને વિચારો રજૂ કર્યા હતા. દિનેશભાઈ દ્વારા સંવિધાનની ભેટ આપીને ધીરજભાઈનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ મહેમાનોએ પ્રેરણાત્મક પ્રવચન કર્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈએ કર્યું હતું. ..




